વાંકાનેરમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેર ખાતે જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર ,પ્રમાણપત્ર અને શીલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર તથા જીસીઈઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ આયોજિત , બી.આર .સી વાંકાનેર ખાતે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ ગાયત્રી મંદિર ખાતે યોજાયો. કાર્યક્રમની શરૂઆત ગાયત્રી મંત્ર તથા પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટમાંથી આવેલ નિશાતબેન દ્વારા કલા ઉત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લા શિક્ષણાધિકારી રાણીપા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિડજા દ્વારા માર્ગદર્શન મુલાકાત કરવામાં આવી હતી.

કલાઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધા જેમાં ચિત્ર ,સંગીત વાદન ,સંગીત ગાયન અને બાળ કવિ સ્પર્ધા યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ જે તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વોરાભાઈ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દેથરીયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા,મહા સંઘના અધ્યક્ષ અશોકભાઈ સતાસીયા તથા દરેક તાલુકાના બીઆરસી કો-ઓર્ડીનેટર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે ગાયત્રી મંદિરના મહંત અશ્વિન બાપુએ આશીર્વચન આપેલ હતા.

સ્પર્ધામાં વિજેતા ઉમેદવાર તથા ભાગ લેનાર ઉમેદવારને રોકડ પુરસ્કાર ,પ્રમાણપત્ર અને શીલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે બીઆરસી કો-ઓર્ડીનેટર પરમાર મયુરરાજસિંહ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન બીઆરસી ભવન વાંકાનેર તથા સી.આર .સી કો-ઓર્ડીનેટર મિત્રોએ વ્યવસ્થા કરેલી હતી .

- text

- text