મોરબીના સોઓરડી વિસ્તારમાં ધામધૂમથી ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ

- text


રામેશ્વર મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રા કાઢી મટકી ફોડનું આયોજન

મોરબી : મોરબીના સોઓરડી વિસ્તારમાં જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે.જેમાં રામેશ્વર મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રા કાઢી મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

કોરોનાની મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી જન્માષ્ટમી ઉત્સવ બંધ રાખવામાં આવ્યો હતો. પણ આ વર્ષે છૂટ મળતા મોરબી સામાકાઠે આવેલા સોઓરડી વિસ્તારના રામેશ્વર મિત્ર મંડળ તેમજ સમગ્ર સોઓરડી વિસ્તારના રહેવાસીઓના સાથ સહકારથી આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવ મટકી ફોડ શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી તા.19ને શુક્રવારના રોજ બપોરે 12 કલાકે સોઓરડી મેઈન રોડ, શાક માર્કેટ ચોક ખાતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે અને સાથે સવારે 10 કલાકે ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રા સોઓરડી વિસ્તારમાં વાજતે ગાજતે કાઢવામાં જેમાં સર્વ ધર્મપ્રેમી જનતાને લાભ લેવા રામેશ્વર મિત્ર મંડળના આયોજક હરિભાઈ રાતડિયાએ અપીલ કરી છે.

- text