ટંકારામાં જન્માષ્ટમી પર્વને લઈને ભારે હર્ષોલ્લાસ, ભવ્ય શૉભાયાત્રા નીકળશે

- text


ભગવાનશ્રી કૃષ્ણના જન્મને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ

ટંકારા : ટંકારા શહેરના રાજમાર્ગો પર નંદ ધેર આનંદ ભયોના ગગનભેદી નારા સાથે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ભગવાનશ્રી કૃષ્ણના જન્મને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટંકારામાં આગામી શુક્રવારે 19 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના પાવન પર્વની ધર્મોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ભવ્ય શૉભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જન્માષ્ટમીની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે. ઉપરાંત અનેક વિશેષ પંડાલ પણ ઉભા કરાશે શહેરને ગોકુળયુ બનાવવા કવાયત હાથ ધરી છે. ટંકારામા શુક્રવારે સવારે 9 વાગ્યે લક્ષ્મીનારાયણ સોસાયટીના સાર્વજનિક ચોકથી શોભાયાત્રા નીકળી મેઈન ગેઈટ માથી દેરીનાકા રોડ ઉપર આવશે જ્યા રાસની રમઝટ બાદ શોભાયાત્રા રાજબાઇ ચોક જ્યા મટકીફોડ યોજાશે ત્યા પહોંચશે ત્યાર બાદ મેઈન બજાર, મોચીબજાર માથી ત્રણ હાટડી, યુવાચોક, ઉગમણાનાકા ખાતે નદધેર આનંદની ગગનભેદી જયઘોષ સાથે લોવાસથી રાજાધિરાજ લક્ષ્મી નારાયણ મંદિરે પહોંચશે અહીંથી ધેટીયાવાસના ચોરે ત્યાથી ફરી દયાનંદ સરસ્વતી ચોક ખાતે અને બાદમાં દેરીનાકે ધણચોક ખાતે પુર્ણ થશે. સમગ્ર ટંકારા ગામ સમસ્ત જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેને પગલે નગરજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

- text

- text