મોરબીમાં છૂટો છવાયો અડધો ઇંચ વરસાદ નોંધાયો

- text


મોરબી : મોરબીમાં આજે સવારથી વરસાદી માહોલ બંધાયો હતો. દિવસભર શ્રાવણના સરવડા વરસતા રહ્યા હતા. આથી સાંજે 6 વાગ્યા સુધીમાં મોરબીમાં અડધો ઇંચ અને અન્યત્ર છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જિલ્લા કંટ્રોલરૂમમાં આજે સવારે છથી સાજના છ દરમિયાન નોંધાયેલા વરસાદની વિગત મુજબ મોરબીમાં 10 મિમી, ટંકારામાં 3 મિમી, માળીયામાં 2 મિમી, વાંકાનેરમાં 5 મિમી અને હળવદમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો.

- text

- text