વાંકાનેરના ભોજપરામાં નળમાં પાણી ન આવવા મામલે પાણો ફટકારનાર સરપંચને એક વર્ષની કેદની સજા

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

વર્ષ 2019ના કેસમાં નામદાર વાંકાનેર કોર્ટનો ચુકાદો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે નળમાં પાણી ન આવવા મુદ્દે ફરિયાદ કરવા ગયેલા અરજદારને ગાળો આપી માથામાં પથ્થર ફટકારી ઇજા પહોચાડનાર સરપંચને નામદાર કોર્ટે રૂપિયા 10 હજારનો દંડ અને એક વર્ષની કેદની સજા ફટકારી છે.

આ કેસની ટુકી હકીકત જોઈએ તો વર્ષ 2019માં વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહતા શૈલેષભાઈ વાલજીભાઈ કોળીન ઘેર નળમાં પાણી આવતું ન હોય નળ ખોલતા મુસ્તફા આમદભાઈ કડીવારને ફરિયાદ કરતા ત્યાં હાજર સરપંચ યુનુસ હસનભાઈ સેરસિયાએ ફરિયાદી શૈલેષભાઇ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપી માથામાં અણીદાર પાણો ફટકારી ઇજા પહોંચાડી હતી.

- text

જે અંગેનો કેસ નામદાર વાંકાનેર કોર્ટમાં ચાલી જતા જજ આત્મદીપ શર્મા સાહેબે આરોપી સરપંચ યુનુસ હસનભાઈ સેરસિયાને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે વાલ્વમેનને પુરાવાને અભાવે નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે એપીપી એસ.બી.સોલંકી રોકાયેલા હતા.

- text