ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય મોરબી ખાતે કલા ઉત્સવ ઉજવાયો

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : વિદ્યાર્થીઓમાં રહેલા વિવિધ કૌશલ્યોને બહાર લાવી શકાય તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં હાલ કલા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય મોરબી ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ-મોરબીનો કલા ઉત્સવ ઉજવાયો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ચિત્રકલા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન, અને સંગીત વાદન જેવી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ, મોરબીના કન્વીનર સંજીવભાઈ જાવિયાના જણાવ્યા મુજબ G.C.S.R.T. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ તરફથી આ વર્ષના કલા ઉત્સવમાં જુદી જુદી ચાર સ્પર્ધા જેવી કે ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધાનું આયોજન હર ઘર તિરંગા વિષયના પરિપ્રેક્ષમાં કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને તા. ૦૮/૦૮/૨૦૨૨ ના સોમવારના શ્રીમતી ડી જે પટેલ કન્યા વિદ્યાલય, મોરબી ખાતે શ્રીમદ રાજચંદ્ર શાળા વિકાસ સંકુલ, મોરબીની તાલુકા કક્ષાની સ્પર્ધામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાંથી કુલ 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરેક સ્પર્ધામાથી વિભાગ મુજબ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને અનુક્રમે રૂ. 500, રૂ. 300, રૂ. 200 રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ કલા ઉત્સવમાં દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થી હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં જુદી જુદી સ્કૂલોના 12 શિક્ષક ભાઈઓ – બહેનોએ નિર્ણાયક તરીકે કામગીરી કરી હતી. કલા ઉત્સવમાં કન્યા છાત્રાલયના ટ્રસ્ટીઓ બેચરભાઈ હોથી અને વલમજીભાઈ અમૃતિયા તથા રમેશભાઈ મેરજા આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વ્યવસ્થા શાળાના આચાર્ય નિતાબેન મેરજા દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન svs કન્વીનર સંજીવભાઈ જાવિયા અને સહ કન્વીનર ધર્મેન્દ્રભાઈ વિરમગામ દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબી જીલ્લા શિક્ષણાધિકારી નીલેશભાઈ રાણીપા અને ઈ.આઈ પ્રવીણભાઈ અંબારીયાએ સ્પર્ધામાં હાજર રહી નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text