મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘમાં હોદેદારોની નિમણુક કરાઈ

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો..

મોરબી : મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘમાં વિવિધ હોદેદારોની નિમણુક કરવામાં આવી છે.જેમાં ઉપપ્રમુખ,રાજ્ય અને જિલ્લા પ્રતિનિધિ,સહમંત્રી વગેરે પદ પર હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે.નવનિયુક્ત હોદેદારોએ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પ્રમુખ દેવાયતભાઈ હેરભા, મહામંત્રી ચમનલાલ ડાભી તેમજ મોરબી શહેરની તમામ તાલુકા શાળા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

જેમાં ઉપપ્રમુખ તરીકે નિરૂભા ઝાલા,રાજ્ય પ્રતિનિધિ તરીકે સુરેશભાઈ રાઠોડ,જિલ્લા પ્રતિનિધિ-1 તરીકે અજયભાઈ ડાંગર,જિલ્લા પ્રતિનિધિ-2 તરીકે મેહુલભાઈ જાકાસણીયા, સહમંત્રી તરીકે દેવાયતભાઈ મંઢ,કાર્યાધ્યક્ષ તરીકે વિરેનભાઇ સદાતિયા,કાર્યાલય મંત્રી તરીકે હિરેનભાઈ રાવલ,સંગઠન મંત્રી તરીકે નીતેશભાઇ રંગપડીયા,પ્રચાર મંત્રી તરીકે ઉમેશભાઈ બોપલિયા,કોષાધ્યક્ષ તરીકે પોલાભાઈ ખાંભરાની નિમણુંક કરવામાં આવી છે.

નવનિયુક્ત તમામ હોદેદારોને મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સંઘના તમામ સભ્યો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text

- text