વાંકાનેરથી થાનનો રસ્તો તાકીદે બનાવવા માંગ

- text


દિઘલિયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ રજૂઆત

વાંકાનેર : વાંકાનેર થી થાનનો રસ્તો જમ્પિંગ રોડ બની ગયો છે.થોડા થોડા અંતરે મોટા ખાડા પડી ગયા છે.આ રોડ ઉપરથી દરરોજના અનેક વાહનોની અવરજવર થતી હોવાથી ટ્રાફિક જામ થાય છે.તેથી આ રોડનું કામ તાત્કાલીક ધોરણે કરવામાં આવે તેવી માંગ દિઘલિયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરવામાં આવી છે.

દિઘલિયા ગ્રામ પંચાયતના સરપંચ આર.આર.ખોરજીયા સહિત પાંચ ગામના સરપંચ દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી વાંકાનેરની થાન જતા ડામર રોડનું કામ તાત્કાલીક ચાલુ કરવા માંગ ઉઠાવવામાં આવી છે.

- text

વધુમાં વાંકાનેર થાનને જોડતા આ રોડ ઉપર આશરે ૨૦ ગામ આવેલ હોય કોઈ ઇમરજન્સીના સમયે હોસ્પિટલ સમયસર પહોંચી શકાય એટલો પણ રોડ સારો રહ્યો નથી.રોડ સાવ તૂટી ગયો છે.દર ૧૦ ફૂટના અંતરે મોટા મોટા ગાબડાં પડી ગયા છે.જેના કારણે રોડ પર ટ્રાફિકજામ થાય છે.આ રોડ પરથી મોરબી સિરામીકના પચાસ જેટલા માલિકો પણ દરરોજ પસાર થાય છે.

વધુમાં જણાવ્યું હતું કે આ રોડ પર વહેલીતકે નવો ડામર પાથરી નવો રોડ બનાવવામાં આવે.હાલ આ રોડ પર મોરમ નાખી ખાડા બુરવાનું કામ ચાલે છે.એ પણ વરસાદ થતાં મોરમ નીકળી જશે.તો મોરમ નાખી ખાડા બુરવાનો ખર્ચ વ્યર્થ થાય છે જેથી વહેલી તકે રોડ બનાવામાં માંગ ઉઠાવવામાં આવી છે.

- text