ટંકારાના લજાઇથી ધુનડા જવાના રસ્તે જુગાર રમતા છ ઝડપાયા

- text


મોરબી એલસીબી ટીમે વાડીની ઓરડી નજીક જુગારની મહેફિલ ઉપર દરોડો પાડ્યો

મોરબી : મોરબી એલસીબી ટીમે ટંકારા તાલુકાના લજાઈ ગામેથી ધુનડા તરફ જવાના કાચા રસ્તા ઉપર આવેલી વાડીની ઓરડી નજીક જામેલી જુગારની મહેફિલ ઉપર દરોડો પાડી મોરબીના ભંગારના ધંધાર્થી સહીત છ ઈસમોને રોકડા રૂપિયા 62,500 સાથે ઝડપી લઈ ટંકારા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

મોરબી એલસીબી ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુગસીયાને મળેલી બાતમીને આધારે એલસીબી ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ટંકારા તાલુકાના લજાઇ ગામથી ધુનડા તરફ જતા કાચા રસ્તે લજાઇ ગામની સીમ સીમાડા તરીકે ઓળખાતી સીમમાં વાડીની ઓરડીની બહાર જાહેરમાં જુગારની મહેફિલ માંડનાર આરોપી કરશનભાઇ દેવકરણભાઇ સેરસીયા, મોરબીના ભંગારના ધંધાર્થી મનસુરઅલી બરકતઅલી રૈયાણી, ચંદુભાઇ બોધાભાઇ દલસાણીયા, હર્ષદભાઇ અંબાલાલ મંડલી, સંજયભાઇ વિજયભાઇ બાંભણીયા અને આરીફભાઇ અલાઉદીનભાઇ કડીવારને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 62,500 કબ્જે કરી ટંકારા પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.બી.ડાભી એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી.,પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- text