મીતાણા તાલુકા શાળામાં પ્રજ્ઞા શિક્ષકો માટે વિદ્યા પ્રવેશ તાલીમ વર્ગ યોજાયો

- text


ટંકારાઃ ટંકારા તાલુકાની મીતાણા તાલુકા શાળા ખાતે બીઆરસી કક્ષાનો વિદ્યાપ્રવેશ તાલીમ વર્ગ તારીખ 2 અને 3 ઓગસ્ટના રોજ યોજાયો હતો. જેમાં સમગ્ર તાલુકામાંથી 60 પ્રજ્ઞા શિક્ષકોને તાલી આપવામાં આવી હતી.

તાલીમ દરમિયાન રંગોત્સવ સેલિબ્રેશન અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાની તાલુકા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પટેલ કલ્પેશભાઈ (મદદનીશ શિક્ષક, મીતાણા તાલુકા શાળા)ના માર્ગદર્શન હેઠળ પ્રજ્ઞા શિક્ષકોએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. જેમાં ગાંભવા દક્ષાબેન(નવા વીરપર પ્રાથમિક શાળા),પનારા દક્ષાબેન (જબલપુર પ્રાથમિક શાળા), સરડવા કોમલબેન (હડમતીયા કન્યા તાલુકા શાળા), ઘોડાસરા આરતીબેન (નાના ખીજડીયા પ્રાથમિક શાળા), જાડેજા જેનાબેન (ધ્રોલિયા પ્રાથમિક શાળા), જલ્પાબેન ગોસ્વામી (નેકનામ સી.આર.સી કો-ઓર્ડીનેટર), દેત્રોજા જાગૃતીબેન (જયનગર પ્રાથમિક શાળા), ઘોડાસર હર્ષદભાઈ (નસીતપર પ્રાથમિક શાળા), જેઠવા સુમિતભાઈ (ભૂતકોટડા પ્રાથમિક શાળા), પુજારા અસ્મિતાબેન (દેવળિયા પ્રાથમિક શાળા) આ તમામ શિક્ષક મિત્રોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

- text

આ તમામ શિક્ષકોને મિતાણા તાલુકા શાળામાં ચાલતા સ્કૂલ સ્પેસ ક્લબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના આચાર્ય કિરણબેન વસોયા, મીતાણા સી.આર.સી.કો-ઓર્ડીનેટર કૌશિકભાઈ ઢેઢી, ટંકારા બી.આર. સી કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફરે ભાગ લેનાર તમામ શિક્ષકોને શભેચ્છાઓ પાઠવી હતી.

- text