મોરબીના ઇન્દિરાનગરમાં નળ પાણી સાથે મરેલું ડેંડું ફ્રી !

- text


ગંદુ પાણી આવતું હોવાની વચ્ચે હવે તો મૃત જનાવર નીકળતા સંબધિત તંત્ર સામે ફિટકાર

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાંથી હમણાં જ નવી બનેલી ગ્રામ પંચાયત ઇન્દિરા નગરમાં નળ વાટે મૃત જળસાપ એટલે કે ડેન્ડાનું બચ્ચું નીકળતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો.ગંદુ પાણી આવતું હોવાની સમસ્યા વચ્ચે હવે તો હદ થઈ જતા મૃત જનાવર નીકળતા સંબધિત તંત્ર સામે ફિટકાર વરસ્યો છે અને આ અંગે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

મોરબીની નવી બનેલી ગ્રામ પંચાયત ઇન્દિરાનગર વિસ્તારમાં એક ઘરે નળમાંથી પાણીની સાથે મૃત જળસાપ એટલે કે ડેન્ડાનું બચ્ચું નીકળ્યું હતું. સ્થાનિકોને કહેવા પ્રમાણે આ મૃત સાપ અથવા સાપોલિયુ જેવું જનાવર હોઈ શકે છે. અત્યાર સુધી ગંદુ પાણી આવતું હતું. પણ હવે તો હદ થઈ ગઈ આવું જનાવર નીકળતા ભારે રોષ વ્યાપી ગયો છે. રેઢિયાળ તંત્રના પાપે આ વિસ્તારમાં અશુદ્ધ પાણી આપવામાં આવતું હોય અને હાલ રોગચાળાની અસર ચાલતી હોવાથી સ્થાનિકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ શકે તેમ હોય જવાબદાર તંત્ર આ અંગે યોગ્ય તપાસ કરીને શુદ્ધ પાણી વિતરણ કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text