નાની વાવડી ગામે દશામાના મંદિરે જાગરણના દિવસે રાસ ગરબા યોજાશે

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલા સુપ્રસિદ્ધ દશામાના મંદિરે છેલ્લા 24 વર્ષથી દશામાના વ્રતની ભક્તિભાવથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે શ્રાવણ મહિનાના શરૂઆતમાં દસમ સુધી દશામાના વ્રતની ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે જાગરણના દિવસે અહીં રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

નાની વાવડી ગામ પાસે ગરબી ચોકમાં આવેલું દશામાનું આ મંદિર ધીમે ધીમે વિશાળ બની રહ્યું છે. આસપાસના 50 કિલોમીટરમાં આ સૌથી મોટું દશામાનું મંદિર હોવાથી દુર દુરથી લોકો માનતા પૂર્ણ કરવા પણ આવે છે. દશામાના વ્રત દરમિયાન દસ દિવસ સુધી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. દસ દિવસ સુધી મંદિર ખાતે ઉત્સાહભર્યો માહોલ જોવા મળે છે. નાના બાળકો માટે ફજેત ફાળકા સહિતની રાઈડો હોય છે. સાથે જ વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ પણ થાય છે. જેના કારણે મેળો જેવો માહોલ ઉભો થાય છે. નાની વાવડીના ગોપી મંડળ દ્વારા દશામાના મંદિરની સેવાપૂજા કરી વ્યવસ્થા સંભાળવામાં આવી રહી છે.

વ્રત દરમિયાન દસેય દિવસ મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. વ્રતના છેલ્લા દિવસે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જાગરણના દિવસે મંદિર ખાતે રાસ ગરબાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

- text

- text