ટંકારાના સાવડી ગામના રીટાર્યડ આર્મીમેનનું અદકેરું સન્માન કરાયું

- text


ટંકારા: ટંકારા તાલુકામાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ટંકારાના સાવડી ગામની પ્રાથમિક શાળામાં દેશસેવામાં સમર્પિત દેશના સપૂત સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાવડી ગામના રીટાર્યડ આર્મીમેનનું અદકેરું સન્માન કરાયું હતું.

સાવડી ગામના રીટાર્યડ આર્મીમેન મહેન્દ્રભાઈ ગોસરાનુ સન્માન અને સ્વાગત કર્યું હતું બાદમાં અભ્યાસુ છાત્રોને મિલિટરી લડાઈ સરહદ હથીયાર સહિતના અન્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી દેશ ભક્તિની વાતો કરી હતી. અંતમા શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરી સૌએ ભારત માતા કી જયનો ગગનભેદી નારો લગાવ્યો હતો.

- text

- text