મોરબી સો ઓરડી વિસ્તારમાં જન્માષ્ટમી નિમિતે મટકીફોડ અને રાસ ગરબાનું આયોજન

- text


મોરબી : કોરોના કાળને લીધે બે વર્ષથી જન્માષ્ટમી પર્વ મનાવી ન શકતા અને આ વખતે જન્માષ્ટમી પર્વ ધામધૂમથી અગાઉની જેમ ઉજવી શકાય એમ હોવાથી મોરબીમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે અને સો ઓરડી વિસ્તારમાં જન્માષ્ટમી નિમિતે મટકીફોડ અને રાસ ગરબાનું આયોજન કરાયું છે.

મોરબીમા છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં તહેવારોની ઉજવણી ન થઈ શકી હોય પણ આ વર્ષે જન્માષ્ટમીની અગાઉની જેમ જ ઉજવણી કરાશો. ત્યારે આ વર્ષે મોરબીના સો ઓરડી વિસ્તારમાં જારીયા પાન પાસે સાતમ આઠમના પર્વે ઉજવણીનું આયોજન કરવામાં આવતું અને મોરબી સીટીની ચારથી પાંચ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમ યોજાતા તેમજ પેલો નંબર પણ લીધેલ છે.

- text

છેલ્લા ૧૫ વર્ષથી આ આયોજન બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ આ વર્ષે ૨૦૨૨ માં મોરબી જિલ્લામાં આવેલ સો ઓરડી વિસ્તારમા જારીયા પાન પાસે સમસ્ત સર્વ જ્ઞાતિ યુવા ગ્રુપ સોઓરડી વિસ્તાર દ્વારા ભવ્યથી ભવ્ય જોરદાર જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકીફોડ અને રાસ ગરબાનું જોરદાર આયોજન કરવામાં આવ્યું છે.

- text