મોરબીઃ જલિયાણેશ્વર મહાદેવ મંદિરે બરફના શિવલિંગના દર્શન કરી ભક્તો થયાં ધન્ય

- text


મોરબીઃ હાલ ચાલી રહેલા શ્રાવણ માસમાં જિલ્લાના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ત્યારે મોરબીના જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે શ્રાવણ માસના પ્રથમ સોમવારે બરફના શિવલિંગના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતાં. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ બરફના શિવલિંગના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

આ બરફના શિવલિંગના દર્શન પ્રસંગે રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીજી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ કાવર, રઘુવંશી અગ્રણી કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત સહીતનાઓની પ્રેરક હાજરી આપી હતી અને દર્શન કર્યા હતા.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મુકામે શ્રાવણમાસના પ્રથમ સોમવારે શિવભક્તો માટે બરફના શિવલિંગના દર્શનનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનોએ દર્શનનો લાભ લીધો હતો તેમજ ફરાળ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. તે ઉપરાંત શ્રાવણમાસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે..

- text

મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે. ત્યારે શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ભક્તજનો માટે ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. મહાદેવના રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહીતની પૂજા માટે ભાવિનભાઈ ઘેલાણી-મો.૮૭૫૮૧૨૦૪૩૫, અનિલભાઈ સોમૈયા-મો.૮૫૧૧૦૬૦૦૬૬, હીતેશભાઈ જાની-મો.૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧નો સંપર્ક કરવો તેમ સંસ્થાના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવ્યુ છે.

- text