રાપરના પાટીદાર અગ્રણી પર હુમલાના આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ

- text


ટંકારાની પાટીદાર હિત રક્ષા સમિતિ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજુઆત

મોરબી : રાપર તાલુકા (કચ્છ) ના પાટીદાર હિત રક્ષા સમીતી પ્રમુખ રાજેશભાઇ કારોત્રા પર થયેલ જીવલેણ હુમલો કરનાર આરોપીઓ સામે કડકમા કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ટંકારાની પાટીદાર હિત રક્ષા સમિતિ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે, રાજેશભાઇ કારોત્રા પાટીદાર હિત રક્ષા સમીતી રાપર તાલુકા પ્રમુખ હોય તેમજ અન્ય સેવાકિય પ્રવૃતીઓ સાથે પણ જોડાયેલ હોય પાટીદાર સમાજની એક દિકરીને આરોપી દ્વારા હેરાન કરવામા આવતી હોય જેની ફરીયાદ આરોપીના વડીલોને કરેલ અને આ બાબતે આરોપીના વડીલોએ આરોપીને ઠપકો આપેલ અને ભવીષ્યમા આવુ કૃત્ય નહી કરે એવી ખાત્રી આપતા કાયદાકીય પગલા લેવાનુ ટાળેલ અને સમાધાન કરેલ પણ એ ઘટનાનુ મનદુખ રાખી રાજેશભાઇના બાઇક પાછળથી ગાડીને અથડાવી તેમજ ધોકાનો માર મારી હાથમા ફેકચર કરેલ અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરેલ પણ સદનશીબે રાજેશભાઇ જીવબચાવવા ભાગેલ અને એટલે આરોપીઓનો મલીન ઈરાદો પાર ન પડેલ પણ આવા આવારા તત્વો જે બહેન દિકરીઓની પજવણી કરતા હોય અને કોઇ રોકે તો આવા હુમલા કરતા હોય તો આમા બહેન દિકરી કે કોઇ સજ્જન માણસ કેમ જીવી શકશે ?? આવા આરોપીઓ સામે કડકમા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

- text

- text