કોરોના અપડેટ : નવા 19 કેસ નોંધાયા, 11 દર્દી રિકવર થયા

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે સોમવારે કોરોનાના નવા 19 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 98 થયા છે

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 641 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 7, મોરબી શહેરમાં 5, વાંકાનેર ગ્રામ્યમાં 1, હળવદ ગ્રામ્યમાં 2, ટંકારા ગ્રામ્યમાં 4 મળી કુલ 19 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 5, વાંકાનેરના 1, હળવદના 4, ટંકારાના 1 મળી કુલ 11 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 98 થઈ ગયા છે.

 

- text