વાંકાનેરમાં ડીજે બંધ કરવાનું કહેતા ગાળાગાળી કરનાર ત્રણને કોર્ટ ઉઠતા સુધીની સજા

- text


રૂ. 4 -4 હજારનો દંડ તથા રૂ. 5 હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશ

વાંકાનેર : વાંકાનેરમાં ડીજે બંધ કરવાનું કહેતા ગાળાગાળી કરનાર ત્રણને કોર્ટ ઉઠતા સુધીની સજા ફટકારી હતી. સાથે રૂ. 4 -4 હજારનો દંડ તથા રૂ. 5 હજારનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.31 જાન્યુ. 2020ના રોજ રાત્રીના 11:30 વાગ્યે રમેશભાઈ તેજાભાઈ કોળીના ઘરે દીકરાના લગ્ન પ્રસંગે ખૂબ જોરથી ડી.જે. વગાડતા હોય ફરિયાદી મનીષાબેન સંજયભાઈ સાંકળીયાએ દીકરીનો અભ્યાસ ચાલુ હોય તેના પતિ સાથે ત્યાં જઈ ડીજેવાળાને અવાજ ધીમો કરવાનું કહેતા સારું ન લાગતા ભરતભાઇ રામજીબાઈ , રમેશભાઈ તેજાભાઈ, જીવણભાઈ મોતિભાઈએ ભૂંડા બોલી ગાળો આપી અને ફરિયાદીની ડેલીએ ધોકાના ઘા મારી બારીના કાચ તોડ્યા હતા.

- text

આ અંગેનો કેસ વાંકાનેર એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ.કે.પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા ત્રણેય આરોપીને રૂ. 4-4 હજારનો દંડ તથા કોર્ટ ઉઠતા સુધીની સજા અને દંડ ન ભરે તો 15 દિવસની સાદી કેદ તેમજ ફરિયાદીને રૂ. 5 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે. ફરિયાદી પક્ષે સરકારી વકીલ એ.એન. પટેલ રોકાયેલ હતા.

- text