જય નાગદેવતા..ચરમરિયા દાદાના મંદિરે નાગદેવતાએ દર્શન આપતા ભાવિકો ધન્ય બન્યા

- text


નાગ દેવતાએ દર્શન દેતા આસપાસના લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી

મોરબી : મોરબીના બોરીચાવાસમાં આવેલ વર્ષો પુરાણા નાગ દેવતાના ચરમરીયા દાદાના મંદિરે નાગ દેવતાએ દર્શન દેતા ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા.નાગ દેવતાએ દર્શન દેતા આસપાસના લોકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

મોરબીના બોરીચાવાસ વર્ષો પુરાણું નાગદેવતાનું મંદિર આવેલું છે. લોકોમાં એવી માન્યતા છે કે આ જગ્યાએ નાગ દેવતાનો રાફડો હતો અને નાગ પાંચમના દિવસે નાગ દેવતા દર્શન દઈને દૂધ પણ પીતા હોવાની લોકવાયકા છે ત્યારે ધીરેધીરે અહીં નાગદેવતાનું મંદિર બન્યું હતું. જે ચરમરીયા દાદાના મંદિર તરીકે ઓળખાય છે અને નાગ પાંચમે અહીં નાગદેવતાને દૂધ અને તલવટનો પ્રસાડ ધરવામાં આવે છે. ત્યારે આ મંદિરે આજે નાગદેવતાએ દર્શન દેતા આસપાસના લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

- text

- text