મોરબી તાલુકા પંચાયત દ્વારા લંમ્પી વાયરસના 6400 ડોઝ પશુપાલન વિભાગને અપાયા

- text


મોરબી : મોરબીમાં લંમ્પી વાયરસનો કહેર વધી રહ્યો હોય પશુપાલન વિભાગને પશુઓને આ રોગ સામે રક્ષણ આપવા માટે રસીકરણને વેગવંતુ બનાવવા માટે મોરબી તાલુકા પંચાયત દ્વારા લંમ્પી વાયરસના 6400 ડોઝ પશુપાલન વિભાગને અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ રમાબેન કાનજીભાઈ ચાવડા, કારોબારી ચેરમેન રાકેશભાઈ કાવર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હંસાબેન ગોરધનભાઈ સોલંકી, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ, ભાજપ અગ્રણી વિક્રમસિંહ ઝાલા, લાલજીભાઈ મૂળજીભાઈ સોલંકી, ટીડીઓ દીપાબેન કોટક, સાવનભાઈ રાજપર, વિપુલભાઈ જીવાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text