ટંકારાના ઘરફોડ તથા બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો

- text


 

ટંકારા : ટંકારા પોલીસ મથકના ઘરફોડ ચોરી અને મોટર સાયકલ ચોરીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે લતીપર ચોકડી પાસેથી પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૬૦૬/૨૦૨૦ આઇપીસી કલમ-૩૮૦,૪૫૭, તથા ટંકારા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૬૩૦/૨૦૨૦ આઇપીસી કલમ ૩૭૯ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી કૈલાશ પેનો વસુનીયા રહે. મોટા પાવગામ તા. ધાનપુર જિ. દાહોદ વાળો બે વર્ષથી ગુના કરી નાસતો ભાગતો ફરતો હોય જે આરોપી લતીપર ચોકડીએ આવેલ છે. આ હકીકત આધારે લતીપર ચોકડીએ તપાસ કરતા આરોપી કૈલાશ મળી આવતા તેને પકડીને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પો.સ્ટે.ખાતે સોપવમાં આવેલ છે.

- text

આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઈ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ તથા AHTU ટીમ જોડાયેલ હતી.

- text