વાંકાનેરમાં રહેણાંકમાંથી 48 બોટલ દારૂ ઝડપાયો : આરોપી ફરાર

- text


વાંકનેર : વાંકાનેર શહેરમાં મારુતિ શોરૂમ પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂની 48 બોટલ કબ્જે કરી હતી. જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે બુટલેગરને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં આવેલ મારુતિ શોરૂમ પાછળના વિસ્તારમાં પોલીસે બાતમીને આધારે આરોપી જુનેદ યાકુબભાઈ મિયાણા રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનના ફળિયામાંથી 48 બોટલ મેકડોવેલ નંબર વન દારૂ મળી આવતા વાંકાનેર સીટી પોલીસ ટીમે 18,000ની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કરી જુનેદને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text