મોરબીમાં ઓરેવા ગ્રુપના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો

- text


80 રક્તદાતાઓએ રક્તદાન કર્યું : 16 લોકોએ ચક્ષુદાન અને 4 લોકોએ દેહદાનનો સંકલ્પ લીધો

મોરબી : મોરબીમાં ઓરેવા ગ્રુપના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.બ્લડ ડોનેશન કેમ્પમાં 80 જેટલી રકતની બોટલ એકત્ર થઇ હતી.અને 16 લોકોએ ચક્ષુદાનનો સંકલ્પ કર્યો હતો સાથે જ ચાર લોકોએ દેહદાનનો સંકલ્પ પણ કર્યો હતો.

પાટીદાર સમાજના અગ્રણી જયસુખભાઇ (ઓરેવા ગ્રુપ)ના સહયોગથી ઉમા ટાઉનશીપ પરિવાર દ્વારા ઉમા ટાઉનશીપ, યુનિક સ્કૂલ ખાતે ગત તા.31ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયેલ હતું. બ્લડ ડોનેશનમાં કેમ્પમાં બ્લડ ડોનરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન આશરે 80 બોટલ બ્લડ એકઠું થયેલું, આશરે 16 લોકોએ ચક્ષુદાનનો અને ચાર લોકોએ દેહ દાનનો સંકલ્પ કર્યો હતો.

બ્લડ ડોનેશન કરનાર દરેક ડોનરોને ઓરેવા ગ્રુપ તરફથી મોમેન્ટો અર્પણ કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્યમાં ઓરેવા ગ્રુપના દીપકભાઈ પારેખ હાજર રહ્યા હતાં. લોક હીત અને લોક કલ્યાણના આ કાર્યમાં મનુભાઈ જાકાસનીયા રતિલાલ ભાલોડિયા,મહેન્દ્રભાઈ કડીવાર, રણછોડભાઈ મોરી, નરેન્દ્રભાઈ કાલરીયા, જયેશભાઈ કાલરીયા જેવા દરેક મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી.આ સેવાકીય કાર્યમાં અજંતા-ઓરેવા ગ્રૂપના સુપ્રીમો અને પાટીદાર રત્ન જયસુખભાઇએ આપેલ યોગદાન બદલ સમગ્ર ટીમે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ હતો.

- text

- text