મોરબીમા સદગતની યાદમાં શાળાના વર્ગ ખંડમાં રિફ્રેશિંગ પ્લાન્ટ લગાવાયા

- text


મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્યએ સાસુની છઠ્ઠી પુણ્યતિથી નિમિતે કર્યું સેવા કાર્ય

મોરબી : મોરબીનો સેવાભાવી સંસ્થા મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્યના સાસુની છઠ્ઠી પુણ્યતિથી નિમિતે બાજીરાજ બા કન્યાશાળાના દરેક વર્ગમાં રિફ્રેશિંગ પ્લાન્ટ લગાવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીના તમામ સદસ્ય હાજર રહ્યા હતા.

મુસ્કાન વેલ્ફેર સોસાયટીના સદસ્ય માલાબેન કક્કડના સાસુ રમાબેન દિનેશભાઈ તિક્કડની છઠ્ઠી પુણ્યતિથી નિમિત્તે બાજીરાજ બા કન્યાશાળામાં દરેક વર્ગમાં રિફ્રેશિંગ પ્લાન્ટ લગાવ્યા હતા. જ્યારે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. મોટા મોટા વૈજ્ઞાનિકો રાત દિવસ મથામણ કરી રહ્યા છે અને કોરોનાકાળ દરમિયાન ઓક્સિજનની કિંમત આપણને બધાને સમજાય ચૂકી છે ત્યારે પોતાની જાતે જ પુર બહારમાં સતત ઓક્સિજન છોડતા નાના નાના છોડ આ શાળાને કામમાં અને ઉપયોગી થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડા, કવિતાબેન મોદાણી, પ્રીતિબેન દેસાઈ, માલાબેન કક્કડ, મયુરીબેન કોટેચા, નિશીબેન બંસલ, રેખાબેન મોર, ચેતનાબેન અગ્રવાલ, જ્યોતિબેન શર્મા, સારિકાબેન સિંહા, બલકેશબેન મીના તથા અન્ય સભ્યોએ હાજરી આપી હતી.

- text

- text