હર હર મહાદેવ ! મોરબીમાં શ્રાવણના પ્રારંભે ભક્તો શિવમય

- text


તમામ શિવલયોમાં સવારથી દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી, શિવલિંગ ઉપર દુગ્ધાભિષેક, બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી, ભક્તો આખો શ્રાવણ માસ ઉપવાસ કરીને ભગવાન શિવની આરાધના કરશે

મોરબી : મોરબીમાં આજે ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાના સુવર્ણ અવસર સમાન શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે તમામ શિવલયોમાં સવારથી દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી હતી અને શિવલયોમાં હર હર મહાદેવનો નાદ ગુજતાં આજથી ભક્તો શિવમય બની ગયા છે. ભક્તો આખો શ્રાવણ માસ ઉપવાસ કરીને ભગવાન શિવની આરાધના કરશે.

શ્રાવણ માસની આજથી શરૂઆત થતા જ મોટાભાગના શિવભક્તો શિવાલયમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આથી મોરબીમાં નજીક આવેલ સૌથી પ્રાચીન રફળેશ્વર મહાદેવ મંદિર, અગનેશ્વર મહાદેવ મંદિર, કુબેરનાથ મહાદેવ મંદિર , શોભેશ્વર મહાદેવ મંદિર, જંગલેશ્વર મહાદેવ મંદિર, શંકર આશ્રમ મંદિર, જડેશ્વર મંદિર, લજાઈ પાસે આવેલ ભંગેશ્વર મહાદેવ મંદિર, નાના જડેશ્વર, મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ મંદિર સહિત શેરી ગલી તમામ વિસ્તારમાં આવેલા નાના મોટા શિવાલયમાં શિવ ભક્તિની આહલેક જાગી હતી. મોટાભાગના લોકોએ શિવ મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરી શિવલિંગ ઉપર દુગ્ધાભિષેક, બીલીપત્ર ચડાવી પૂજા અર્ચના કરી હતી. લોકો ભગવાન શિવ અને શિવલિંગને ખાસ શણગાર કરી ધૂન ભજન તેમજ પૂજા અર્ચના કરી હતી. આજથી આખો માસ મોટાભાગના લોકો ભગવાન શિવની આરાધના કરવામાં એકાકાર થઈ જશે.

- text

- text