પશુઓમાં રસીકરણ ઝડપી કરવા અને મૃત પશુઓ માટે સહાય જાહેર કરવા માલધારી સેનાની માંગ

- text


 

મોરબી: સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરના પશુઓમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે આ વાયરસ પશુઓમાં ફેલાઈ રહ્યો છે અને અનેક પશુઓ જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા ગુજરાત માલધારી સેનાના પ્રમુખ ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ઝડપથી રસીકરણ કરવા અને સહાય જાહેર કરવા મામલે રજૂઆત કરવામાં આવી છે.

- text

મોરબી જિલ્લા ગુજરાત માલધારી સેનાના પ્રમુખ ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ)એ પત્ર લખીને મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું છે કે, લમ્પી વાયરસ નામનો આ ભયાનક રોગ આજે માલધારીઓની મુખ્ય આજીવિકા એવા પશુધનમાં ફેલાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં પશુધન મોતને ભેટી રહ્યાં છે. ત્યારે તાત્કાલિક અને વહેલી તકે પશુઓમાં ઝડપથી રસીકરણ ઝૂંબેશ હાથ ધરવામાં આવે અને પશુધનને સુરક્ષિત કરવામાં આવે. સાથોસાથ જે પશુપાલકોના પશુઓ મૃત્યુ પામ્યા છે તેમને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે. આમ મોરબી જિલ્લા ભાજપા માલધારી સેલના પ્રમુખ, ગુજરાત માલધારી સેના મોરબી જિલ્લાના પ્રમુખ ધર્મેશભાઈ રબારી (ઘારાભાઈ) દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

- text