મોરબી શક્તિ ચેમ્બર નજીક શ્રમિક મહિલા ઉપર ટ્રક ફરી વળ્યો

- text


અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી જતા પોલીસ ફરિયાદ 

મોરબી : મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર સામે ટ્રક ચાલકે રસ્તો ઓળંગી રહેલા શ્રમિક મહિલાને હડફેટે લઈ બન્ને પગ ઉપર ટાયર ફેરવી દેતા મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર સામે રસ્તો ઓળંગી રહેલા કાન્તાબેન ગેલાભાઇ સોલંકી નામના મહિલાને ટ્રક નંબર GJ-12-AU- 6965ના ચાલકે હડફેટે લેતા કાંતાબેનના બન્ને પગ ઉપર ટ્રકના ટાયર ફરી વળતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

વધુમાં આ અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી જતા મૃતક કાંતાબેનના પુત્ર પ્રવિણભાઇ ગેલાભાઇ સોલંકી, રહે. મોરબી-૨ સો ઓરડી માળીયા વનાળીયા સોસાયટી રામદેવનગર વાળાએ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ ક-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text