મોરબીની ખાનગી બેન્કને ફટકાર : લોન લેનારને એનઓસી, ફાઈલ પરત કરી 5 હજાર ખર્ચ આપવા હુકમ

- text


મોરબીઃ મોરબીના વતની અરવિંદ હરજીભાઈ પનારાએ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક શનાળા રોડ મોરબી પાસેથી પોતાના ફલેટ ઉપર લોન લીધેલી તે રકમ ભરવા છતાં એયુ બેંક તેઓને એન.ઓ.સી સાથે ફાઇલ પરત આપતા નહતા. આ અંગે ગ્રાહક નિવારણ કોર્ટમાં કેઇસ ચાલી જતાં એયુ બેંકને ફટકાર લગાવી એન.ઓ.સી અને ફાઇલ પરત આપવા અને ગ્રાહકને પાંચ હજાર ખર્ચ પેટે આપવાનો હુકમ કર્યો છે.

મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ગ્રાહકો પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે મકાન ઉપર લોન લેતા હોય છે. એવો એક હિસ્સો ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી માં આવેલ મોરબીના વતની અરવિંદભાઈ હરજીભાઈ પનારાએ એયુ બેંક શનાળા રોડ મોરબીમાંથી પંદર લાખની લોન લીધી હતી અને તે લોન સમય મર્યાદામાં ભરી આપી હતી. પરંતુ એયુ બેંક તેઓને એન.ઓ.સી અને તેમના ફ્લેટની અસલ ફાઇલ આપી નહતી. તે અંગે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. બેંકે કહ્યું હતું કે અરવિંદભાઈ તેના ભાઇમાં કો બારોઅર (જામીન) છે. માટે તેમને એન.ઓ.સી કે ફાઇલ પરત મળે નહીં. આ અંગે કોર્ટ હુકમ આપેલ કે ગ્રાહકે તેમની રકમ વ્યાજ સહીત તમોને ભરી આપેલ છે, તે જામીન હોય તો પણ તેમની ફાઇલ કે એન.ઓ.સી રોકી શકાય નહીં. સાથે જ કોર્ટ એયુ બેંકને હુકમ કર્યા કે અરવિંદભાઈ પનારાની ફાઇલ તથા એન.ઓ.સી આપી દેવામાં આવે અને ખર્ચ પેટે પાંચ હજાર રૂપિયા બેંક દ્વારા ગ્રાહકને ચુકવવામાં આવે.

- text

- text