જામનગર-મોરબી, પડધરી-મોરબી વાયા નેકનામના એસટીના બંન્ને રૂટો ચાલુ કરવા માંગણી

- text


નેકનામ ગ્રામ પંચાયત કચેરીના સરપંચ દ્વારા એસ.ટી.વિભાગીય કચેરીના નિયામકને રજૂઆત

મોરબી : જામનગર એસ.ટી.ડેપોના વર્ષો જુના એસ.ટી.ના રૂટો પડધરી-મોરબી,મોરબી-પડધરી-રોહિશાળા(નાઈટ), પડધરી-રોહિશાળા અને જામનગર-મોરબી વાયા નેકનામના બંન્ને રૂટો ચાલુ કરવા એસ. ટી.વિભાગીય કચેરીના નિયામકને નેકનામ ગ્રામ પંચાયત કચેરીના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ઋત બંધ થતાં લોકોને વાહનવ્યવહાર કરવામાં મુશ્કેલી પડે છે.તેમજ વિદ્યાર્થીઓને શાળા પહોંચવામાં મોડું પણ થતું હોય છે.તથા લોકોને આર્થિક રીતે પણ મોંઘુ પડે છે.

જામનગર એસ.ટી.ડેપોના વર્ષો જુના રૂટો બંધ થતા પડધરી તાલુકો તેમજ નેકનામ વિસ્તારના ૭૦ ગામોની પ્રજાને સવારે જીલ્લા મથકે તેમજ તાલુકા મથકે જવા માટે મુશ્કેલી ઉભી થઇ છે.

- text

પડધરી તાલુકાના ૫૮ ગામના તેમજ નેકનામ વિસ્તારના ૧૮ ગામોની પ્રજા ટંકારા તથા મોરબી શહેર સાથે આર્થિક તેમજ સામાજીક રીતે સંકળાયેલ છે.આ બન્ને બસની રૂટો બંધ થતા અનેક વિદ્યાર્થીઓ જે ટંકારા-મોરબી ખાતે અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ તેમજ આ વિસ્તારના ઘણા બધા નોકરીયાતોને ટંકારા-મોરબી જવામાં તેમજ આવવામાં પ્રાઇવેટ વાહનોમાં જીવના જોખમે બે-ત્રણ જગ્યાએથી વાહનો બદલાવીને મોરબી જવાય છે જે આર્થીક રીતે ખુબજ મોંધુ પડે છે તેમજ રામયનો બગાડ થાય છે.આ બન્ને જામનગર એસ.ટી.ડેપોના રૂટોબંધ થતા અનેક વિદ્યાર્થીઓ ટંકારા-મોરબી ખાતે અભ્યાસ કરે છે. દરરોજ અપડાઉન કરે છે તેઓ સમયસર નિશાળે પહોંચતા નથી તેથી અભ્યાસ બગડે છે.

તેથી એસ.ટી.વિભાગીય કચેરીના નિયામકને નેકનામ ગ્રામ પંચાયત કચેરીના સરપંચ કનકસિંહ ભાબુભા ઝાલા દ્વારા જામનગર ડેપોના ઉપરોક્ત બન્ને રૂટો તાત્કલીક ચાલુ કરવા રજૂઆત કરી છે.

- text