મોરબીના લાલપર ગામ પાસે કેનાલમાં ટ્રક ખાબક્યો

- text


સદનસીબે જાનહાની ટળી

મોરબી : મોરબીના લાલપર ગામ પાસે કેનાલમાં આજે ઓચિંતા ટ્રક ખાબક્યો હતો. પણ સદનસીબે જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં એકધારા વરસાદથી ઠેરઠેર રોડની ખરાબ હાલત વચ્ચે મોરબીના લાલપર ગામ પાસે નીકળતી નર્મદા કેનાલ આગળ સિંગલ પટ્ટીનો રોડ હોય ઉપરથી આ સિંગલ પટ્ટીના રોડ ઉપર વાહનો સામસામે આવી જતા કેનાલની એકતરફની માટી ઢસડાઈ જતા ત્યાંથી પસાર થઈ રહેલો ટ્રક કેનાલમાં ખાબક્યો હતો. પણ જાનહાની ન થયાનો અહેવાલ મળ્યો છે.

- text

- text