મહાપાલિકા મળે તો રાજીનામુ આપવા તૈયાર હોવાનું પાલિકા પ્રમુખનું નિવેદન પ્રસિદ્ધિ માટે હોવાનો આક્ષેપ

- text


કોંગ્રેસ અગ્રણીએ પાલિકા પ્રમુખ પર કર્યા ગંભીર આક્ષેપો

મોરબી : મોરબી નગરપાલિકાના ચૂંટાયેલા પ્રમુખે નિવેદન આપ્યું હતું કે જો મોરબીને મહાપાલિકા મળશે તો તેઓ રાજીનામુ આપી દેશે. આ અંગે રમેશભાઈ રબારીએ જણાવ્યું છે કે મહાનગરપાલિકા બને એટલે પ્રમુખ પદ આપો આપ જતું રહે. આ પ્રસિદ્ધિ મેળવવાની વાત છે.

- text

વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તમે પોતે એક મહિલા છો અને મહિલાને પાણી વગર કામ કરવામાં કેટલી તકલીફ પડતી હોય તે તમે સારી રીતે સમજી શકો છો છતાં મોરબીની બહેનોની પાણીની સમસ્યા તમે દૂર કરી શકતા નથી. રોજબરોજ પાલિકા કચેરીએ બહેનોના પાણી માટે ટોળા આવે છે અને તમે હાથ ઉપર હાથ ધરી બેઠા છો. તમારા જ પક્ષના મહિલા સદસ્યના પતી તમારા જ પતી સામે ૬ ટકા લેવાનો આક્ષેપ કરે, ટકાવારી વગર કોઇ બીલ પાસ નથી થતાં માટે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઇએ. તેમ પૂર્વ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ માલધારી સેલના રમેશ રબારીની યાદીમાં જણાવાયું છે.

- text