કોરોના અપડેટ : આજે નવા 12 કેસ નોંધાયા

- text


 

3 દર્દી રિકવર થયા, એક્ટિવ કેસનો આંક 32એ પહોંચ્યો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસ વધવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે 12 નવા કેસો નોંધાયા છે. બીજી તરફ આજની સ્થિતિએ એક્ટિવ કેસનો આંક 32એ પહોંચી ગયો છે.

- text

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 975 જેટલા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 2 અને ગ્રામ્યના 9 તથા માળિયા ગ્રામ્યના 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ આજે મોરબીના 3 કોરોનાગ્રસ્ત દર્દી રિકવર થયા છે. હાલની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 32 થઈ છે.

- text