મોરબીમાં અજાણી મહિલાએ ઝેરી દવા પી લેતા મૃત્યુ : વાલી વારસોની શોધખોળ

- text


મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ એપલ હોસ્પિટલ નજીક અજાણી મહિલા દવા પીધેલી હાલતમાં મળી આવતા સારવાર માટે મોરબી સિવિલ બાદ રાજકોટ વધુ સારવાર માટે લઈ જતી વેળાએ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આ અજાણી મહિલાની ઓળખ મેળવવા પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. અંદાજે 35-40 વર્ષની ઉંમરની આ મહિલા અંગે કોઈને જાણકારી હોય તો મોબાઇલ નંબર 9714064419 અથવા એ ડિવિઝન પીએસઆઈ સોનારા મોબાઇલ નંબર 9825790885 પર જાણ કરવા અનુરોધ કરાયો છે.

- text

- text