ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની અવધિ લંબાવાઈ

- text


મોરબી : મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર દોડતી સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનની અવધિ લંબાવવાનો નિર્ણય લીધો છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09523/24 ઓખા – દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ સ્પેશિયલ, ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ (દર મંગળવારે) જેને 28 જૂન, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે આગળ 5 થી 12 જુલાઈ, 2022 સુધી દોડાવવા નિર્ણય કરાયો છે.

- text

એ જ રીતે ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઈ રોહિલા – ઓખા સ્પેશિયલ (દર બુધવારે) જેને 29મી જૂન, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે આગળ 6 થી 13 જુલાઈ, 2022 સુધી ચાલુ રહેશે. ટ્રેન નંબર 09523 માં ટિકિટોનું બુકિંગ PRS ઓફિસ અને IRCTC વેબસાઇટ પર ચાલુ છે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

- text