ચેક રિટર્ન કેસમાં ટાઇલ્સના ધંધાર્થીને એક વર્ષની કેદ : બમણો દંડ

- text


સુનવણીમાં હાજર નહિ રહી બાદમાં સજા મોકૂફીની અરજી લઈને આવેલા આરોપીને જેલમાં ધકેલાયો

મોરબી : મોરબીમાં રહેતા ટાઇલ્સના ધંધાર્થીએ મિત્ર પાસેથી ધંધાના વિકાસ માટે તેમજ ઘરનું ઘર લેવા અલગ – અલગ સમયે લીધેલા હાથ ઉછીના નાણાંના બદલામાં આપેલ ચેક પરત થતા નામદાર કોર્ટ દ્વારા ચાર લાખનો એક કેસ રિટર્ન થવાના કિસ્સામાં બમણો દંડ ચૂકવવા આદેશ કરી એક વર્ષની કેદની સજા ફટકારી આરોપી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરવા આદેશ કરતા આરોપી કોર્ટ સમક્ષ દોડી આવી સજા મોકૂફ રાખવા અરજી કરતા નામદાર કોર્ટે આરોપીને જેલમાં મોકલી આપ્યો હતો.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો મોરબી સામાકાઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટીમાં રહેતા સાગર કુમાર જયંતીલાલ પટેલે મૂળ સુરતના અને હાલ શકત શનાળા ખાતે રહેતા અને ટાઇલ્સનું માર્કેટિંગ કરતા તેમના મિત્ર બકુલ રવજીભાઈ રાસમિયાને ધંધાના વિકાસ માટે, ઘરનું ઘર ખરીદવા માટે ત્રણ વખત અલગ અલગ સમયે રૂપિયા ચાર – ચાર લાખ ઉછીના આપ્યા હતા. બાદમાં સાગરભાઈને નાણાકીય જરૂરિયાત ઉભી થતા પૈસા પરત માંગતા આરોપીએ આઇડીબીઆઈ બેંકના ચાર – ચાર લાખના ચેક આપ્યા હતા. જે બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળને કારણે રિટર્ન થતા સાગરભાઈએ નામદાર મોરબી કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ કર્યો હતો.

- text

દરમિયાન ચીફ કોર્ટ મોરબીમા આ કેસ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા ચાર લાખના ચેક રિટર્ન થવાના કેસમાં રૂપિયા 8 લાખ ચૂકવી આપવા અને એક વર્ષની કેદ ફટકારવા હુકમ કર્યો હતો. જો કે, આરોપી કેસની સુનાવણીમાં હાજર ન રહેતા નામદાર અદાલતે આરોપી વિરુદ્ધ બિનજામીન લાયક વોરંટ ઇશ્યુ કરવા હુકમ કરતા ગઈકાલે આરોપી કોર્ટ સમક્ષ હાજર થઇને સજાનો હુકમ મોકૂફ રાખવા અંગે સ્ટે કરવાની અરજી તેના વકીલ મારફતે કોર્ટ મા આપેલ જે અરજી અંગે બને ફરિયાદી તથા આરોપીના વકીલોને સાંભળીને ચીફ કોર્ટના મેજીસ્ટ્રેટ દ્વારા આરોપી બકુલ રવજીભાઈ રાસમિયાને તા.29જુનના રોજ જેલ વોરંટ ભરીને જેલમા મોકલી આપી આરોપીની સજા મોકૂફ સ્ટેની અરજી રદ કરેલ હતી. ફરિયાદી તરફે વકીલ પી. ડી. માનસેતા રોકાયેલ હતા.

- text