મોરબીમાં અષાઢી બીજની શોભાયાત્રા અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ 

- text


પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો બેઠક યોજી શોભાયાત્રા રૂટનુ નીરીક્ષણ કરાયું

મોરબી : મોરબી શહેરમાં આગામી અષાઢી બીજ નીમીતે યોજાનાર મચ્છુ માતાજીની શોભાયાત્રા અનુસંધાને શહેરમા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને શાંતિપૂર્ણ માહોલમાં કોમી એખલાસ સાથે તહેવાર ઉજવાય તે અનુસંધાને ગઈકાલે હિન્દુ – મુસ્લિમ સમાજના આગેવાનો સાથે જિલ્લા પોલીસવડાએ શાંતિ સમિતિની બેઠક યોજી શોભાયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

અષાઢી બીજના અવસરે મોરબીમાં યોજાનાર મચ્છુ માતાજીની શોભાયાત્રાના આયોજનને અનુસંધાને ગઈકાલે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવિઝન એમ.આઇ.પઠાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે શોભાયાત્રાના આયોજકો તથા હિન્દુ સંગઠનો તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો સાથે મળી આગામી અષાઢીબીજ નીમીતે નિકળનાર મચ્છુમાતાજીની શોભાયાત્રા દરમિયાન શહેરમા શાંતી તેમજ કોમી એખલાસ જળવાય રહે તે સારૂ જરૂરી સુચનાઓ આપી હતી.

શાંતિ સમિતિની આ બેઠકમાં હિન્દુ અને મુસ્લીમ બંને પક્ષોના આગેવાનોએ શાંતી પુર્વક શોભાયાત્રા નિકળે અને મોરબી શહેરમા ભાઇચારો જળવાય રહે તે અંગે ખાત્રી આપવામા આવી હતી. બાદ પોલીસ અધીક્ષક તેમજ નાયબ પોલીસ અધિક્ષક તેમજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના અધિકારી, કર્મચારીઓ, એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી શાખાના અધિકારી અને કર્મચારીઓ દ્વારા રથયાત્રા રૂટ ઉપર ફુટ પેટ્રોલીંગ કરી રથયાત્રા રૂટનું ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે રૂટમા આવતી જર્જરતી બિલ્ડીગો અંગે સંબંધિત અધીકારીઓને સુચનાઓ આપવામાં આવેલ હતી.

- text

- text