રેસિપી અપડેટ : ઘરે જ બનાવો ગરમીના ઉકળાટમાં ઠંડક આપતા બરફ ગોળા

- text


મોરબી : હાલ અસહ્ય ગરમીમાં લોકોને ઠંડુ ઠંડુ ખાવાનું મન થતુ જ હોય છે. શરીરને ઠંડક મળે તે માટે લોકો બહારથી આઈસક્રીમ, કુલફી વગેરે મંગાવીને ખાઈ લેતા હોય છે. પરંતુ બહારથી મંગાવેલી ચીજવસ્તુ ભેળસેળ વાળી હોય છે. તો આજે અમે તમને શીખવીશું આસાનીથી ઘરે જ બનતા બરફ ગોળાની રેસીપી. ઘરે બનતા આ બરફ ગોળા એકદમ શુદ્ધ અને બનાવવામાં પણ સરળ છે તો જાણો બનાવવાની રીત ..


સામગ્રી:-

બરફના ટુકડા
તમારી મનપસંદ ફ્લેવર( મેન્ગો, ઓરેન્જ)
કાળુ મીઠું


બનાવવાની રીત:-

બરફ ગોળો બનાવવા માટે સૌ પ્રથમ બરફના ટુકડા કરી લો. હવે તમારા મનગમતા રસને ગ્લાસમાં એડ કરો. બરફના ટુકડાને મિક્સરમાં પીસી લો.

- text

પછી આ બરફને ગ્લાસમાં નાંખો અને ઉપરથી દબાવી લો. પછી આમાં આઇસ્ક્રીમની સ્ટિકથી ફીટ કરી દો. આ બધી પ્રોસેસ થઇ જાય પછી તમારા મનગમતા રસને ગોળો ફેરવતા જાવો અને નાંખતા જાવો.

તો તૈયાર છે બરફ ગોળો. આ ગોળા પર તમે ઇચ્છો છો તો કાળુ મીઠું પણ નાંખી શકો છો. જો તમને નારિયેળનું છીણ ભાવતુ હોય તો તમે આ ગોળા પર છીણ નાંખીને પણ ટેસ્ટમાં વધારો કરી શકો છો. આ છીણની સાથે તમે ટૂટી ફૂટી પણ નાંખી શકો છો. આ ગોળો તમે ઘરે બનાવીને ખાઓ છો તો ખાવાની બહુ જ મજા આવે છે. આ ગોળામાં વસ્તુ સારી હોવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પણ થતુ નથી. તો એક વાર તમે પણ ચોક્કસ આ ગોળો ઘરે ટ્રાય કરો.

- text