મોરબીમાં રવિવારે રાત્રીના ફુકાયેલા તેજ પવનના કારણે અનેક કારખાનાના પતરા ઉડ્યા

- text


નવાગામ પાસે આખા શેડની એંગલો સાથે છત ઉડી ગઇ

મોરબી : મોરબીમાં રવિવારની રાત્રીના મીની વાવાઝોડા જેવો ભારે પવન ફુંકાયો હતો. જેના કારણે મોરબીના સિરામિક ઝોનમાં આવેલા અનેક કારખાનામાં શેડના પતરા ઉડી જવાની ઘટનાઓ સર્જાઈ હતી.

રવિવારે રાત્રે 9 વાગ્યા બાદ મોરબીમાં ભારે પવનની આંધી ફૂકાઈ હતી. અને બાદમાં વરસાદ શરૂ થયો હતો. વરસાદ પેહલા રાત્રીના ફૂકાયેલા તેજ પવનના કારણે મોરબીના અનેક કારખાનાઓમાં પતરા ઉડી ગયા હતા. જ્યારે નવાગામ પાસે મચ્છુ 2ડેમ નજીક એક કારખાનાના શેડની આખી છત એંગલો સાથે ઉડીને રસ્તા પર આવી ગઇ હતી. તેજ પવનની આંધીમાં આવા અનેક કારખાનામાં પતરા ઉડી જવાની ઘટના સર્જાઈ હતી. જોકે સદનસીબે ક્યાંય જાનહાનિના હજુ કોઈ સમાચાર આવ્યા નથી. તેજ પવનના કારણે પતરા ઉડી જવા ઉપરાંત અમુક જગ્યાએ વૃક્ષો અને હાઇવે પરના અમુક હોર્ડિંગો પડી ગયા હતા.

- text

- text