મોરબીના માળીયા વનાળિયામાં કાકા, ભત્રીજા અને ભાઈને જાતિ પ્રત્યે હડધૂત કરી પતાવી દેવાની ધમકી

- text


માળીયા વનાળિયા સોસાયટીની નામચીન મહિલા અને તેના ભાઈ સહિતના શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ

મોરબી : મોરબી માળીયા વનાળિયા વિસ્તારમાં નામચીન મહિલાએ પાન બીડી લેવા નીકળેલા યુવાનને વગર કારણે ધોકો ફટકારી દઈ બાદમાં આ મામલે પોલીસ ફરિયાદ કરવા જઈ રહેલ કાકા અને ભત્રીજાને મહિલાના ભાઈએ છરીના ઘા ઝીકી જાનથી પતાવી દેવા ધમકી આપતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શોભેશ્વર રોડ ઉપર વાણીયા સોસાયટીમાં રહેતા પંકજભાઇ પાલાભાઇ રાઠોડ ઉ.20 નામનો યુવાન ગઈકાલે તેના માળીયા વનાળિયા વિસ્તારમાં રહેતા કાકાના ઘેર ગયો હતો. આ સમયે પંકજભાઇ અને તેના કાકા ઉમેશભાઈ શેરીમાં ઘર પાસે ઉભા હતા ત્યારે સામે રહેતા સોનલબેન અબ્બાસભાઈ કટીયાએ બીડી બાક્સ લેવા ગયેલા ઉમેશભાઈના દીકરા સાહિલ ઉર્ફે હકીને કારણ વગર ગાળો કાઢી અહીં ઉભું રહેવું નહિ કહી લાકડાનો ધોકો ફટકારી દીધો હતો.

- text

બાદમાં આ બનાવ અંગે પંકજભાઈ અને તેના મિત્ર બાઈક લઈ પોલીસ મથકે ફરિયાદ કરવા જતા હતા ત્યારે આ માથાભારે સોનલબેનનો ભાઈ ઈસ્માઈલ ઉર્ફે શેરો મોવર, સોનલબેનનો બનેવી ફીરોજભાઈ અને શેરાનો દિકરો સમીર પંકજભાઈને રસ્તામાં ઉભા રાખી તમે કેમ માથાકૂટ કરી કહી છરીનો ઘા મારી દીધો હતો.

જો કે, સામેથી પોલીસની ગાડીની લાઈટો દેખાતા આરોપીઓ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા અને પંકજભાઈને 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવતા સોનલ સહિતના તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આઈપીસી કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જી.પી.એકટ-૧૩૫ તથા એટ્રોસીટી એક્ટ ની કલમ-૩(૧)(આર)(એસ),૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text