મોરબીમાં ફેક આઇડી બનાવી બીભત્સ વીડિયો વાયરલ કરનાર આરોપી ઝડપાયો

- text


 

પોલીસે જાતીય સતામણીના કેસમાં ત્વરિત કાર્યવાહી કરી

મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારની એક આશાસ્પદ યુવતીને બદનામ કરવા માટે ફેસબુકમાં ફેક આઇડી બનાવીને યુવતીનો બીભત્સ વીડિયો વાયરલ કરી દેતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદી નોંધી આઇટી એક્ટ હેઠળ ગુનો નોંધી ફેસબુકમાં વીડિયો વાયરલ કરનાર આરોપીને ઝડપી લીધો હતો.

મોરબી તાલુકા પોલીસ મથકે આ સનસનીખેજ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 20 વર્ષની યુવતીનો બીભત્સ વીડિયો ફેસબુક ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં ફેસબુકમાં ફેક આઇડી ઉપર આ યુવતીનો વાંધાજનક વીડિયો વાયરલ થયો હોવાનું યુવતી અને તેના પરિવારના ધ્યાને આવતા તેઓ સ્તબ્ધ બની ગયા હતા. યુવતીને સમાજમાં બદનામ કરવાના ઇરાદે આવો વીડિયો ફેસબુક આઇડી ઉપર અપલોડ કરવામાં આવ્યો હોવાનું પોલીસના ધ્યાને આવતા તાલુકા પોલીસે આ બનાવ અંગે વિધિવત ફરિયાદી દાખલ કરી છે.

- text

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ ફેસબુક આઈડી ઉપર યુવતીનો બીભત્સ વીડિયો ઉપરાંત અગાઉ વાંધાજનક ફોટા પણ મુકવામાં આવ્યા હતા. આ વ્યક્તિ ખરેખર યુવતીનો પરિચિત છે કે કેમ ? તેમજ તેણે બ્લેક મેઈલ કરવાના ઇરાદે આ કૃત્ય કર્યું છે કે કેમ ? તે સમગ્ર વિગતો બહાર લાવવા માટે પોલીસે ખાસ ટેકનિયશનની મદદથી તપાસ હાથ ધરીને ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીને શોધી કાઢી ફેક આઇડી બનાવીને જાતીય સતામણી કરતો આરોપી પ્રકાશભાઈ ધનજીભાઈ પરેચા ઉ.વ.21 રહે. લીલાપર , શીતળા માતાજીના મંદિર વાળી શેરી, મોરબીને ઝડપી લીધો હતો.

- text