મોરબી પોલીસ એક્શનમાં : ફૂટ પેટ્રોલિંગ સાથે ટપોરીઓના ઘરની ઝડતી, 20થી વધુ બાઈક ડિટેઇન

- text


 

એએસપી અતુલ બંસલ અને એ ડિવિઝન પીઆઇ એમ.પી. પંડ્યા સહીતના અધિકારીઓએ મેદાનમાં ઉતર્યા

મોરબી : ગૃહમંત્રીની કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા બાદ મોરબી પોલીસ એક્શનમાં આવી છે. પોલિસે આજે રાત્રે ફૂટ પેટ્રોલીંગની સાથે ટપોરીઓના ઘરની ઝડતી લીધી છે. સાથોસાથ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર 20થી વધુ બાઈક ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એએસપી અતુલ બંસલ અને એ ડિવિઝન પીઆઇ એમ.પી. પંડ્યાની ટીમે આજે ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા સંદર્ભે ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. જેમાં રવાપર રોડ થઈ બાપા સીતારામ ચોક તેમજ કાલિકા પ્લોટ અને મકરાણી વાસ સહિતના વિસ્તારોને પોલીસની ટીમે ધમરોળ્યા હતા. આ વેળાએ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યોને સાથે રાખવામાં આવ્યા હતા. તેઓ સાથે ટ્રાફિકને લઈને સ્થિતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ટપોરી તેમજ ગુનાઓમાં પકડવાના બાકી આરોપીના ઘરોની ઝડતી પણ લેવાઈ હતી. વધુમાં આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેમાં 20થી વધુ બાઈક ડિટેઇન કરવામાં આવ્યા છે.

- text

- text