હળવદમાં વધુ એક ગૌવંશ ઉપર હુમલો, ગૌપ્રેમીઓમાં આક્રોશ

- text


મેઈન બજારમાં કોઈ નરાધમે ગૌવંશના પાછળના બન્ને પગ ઉપર હુમલો કરતા લોકોમાં ભારે આક્રોશ, પોલીસ એક્શનમાં આવી કડક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ

હળવદ : હળવદ પંથકમાં ગૌવંશ ઉપર હુમલાઓ અટકવાનું નામ જ ન લેતા હોય એમ વધુ એક ગૌવંશ ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં હળવદની મેઈન બજારમાં કોઈ નરાધમે ગૌવંશના પાછળના બન્ને પગ ઉપર હુમલો કરતા લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. આથી પોલીસ એક્શનમાં આવી કડક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

હળવદની મેઈન બજારમાં કોઈ અજાણ્યા નરાધમોએ તીક્ષીણ હથિયારોથી ગૌવંશ ઉપર હુમલો કર્યો હતો અને આ નરાધમમાં જાણે દયાનો જ્યારે છાંટો જ ન હોય કે જાણી સંવેદના જ ન બચી હોય એમ આવા પાપી નિર્દયી લોકોએ ગૌવંશના પાછળના પગ ઉપર તીક્ષીણ હથિયારોથી એવો જબરજસ્ત પ્રહાર કર્યો હતો કે જાણે પગ ભાગી ગયા હોય એમ આ ગૌવંશ ઉભું પણ થઈ શક્યું ન હતું અને સતત લોહી વહેતા અને દર્દથી પીડાતા આ ગૌવંશને જોઈને લોકોની કંપારી છૂટી ગઈ હતી.

- text

ગૌવંશ ઉપર હુમલો થયા બાદ સેવાભાવી લોકો ઘટનાસ્થળે દોડી જઈને હળવદ શ્રી રામ ગૌશાળાની એમ્બ્યુલન્સ બોલાવી આ ગંભીર ઇજાગ્રસ્તને એમ્બ્યુલન્સમાં બેસાડી હળવદ શ્રી રામ ગૌશાળામાં સારવાર અર્થે ખસેડાયો છે. પણ ગૌવંશ ઉપર રોજબરોજના હુમલાને લઈને લોકોમાં આક્રોશ છે અને પોલીસ હવે એક્શનમાં આવે તેવી માંગ કરી છે.

- text