હળવદ પંથકની કેનાલમાં પાણી છોડવા અને રોડના કામોને મંજુર કરવા ધારાસભ્યની સરકારમાં રજુઆત

- text


હળવદ : હળવદ- ધ્રાગંધ્રા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાએ કેનાલમાં 15 દિવસ માટે પાણી છોડવા તથા રોડ- રસ્તાના કામોને મંજૂરી આપવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

જળસંપતિ મંત્રી ઋષિકેશભાઈ પટેલને રજુઆતમાં જણાવાયું છે કે ધ્રાંગધ્રા-હળવદ વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર શાખાની મોરબી- ધ્રાગંધ્રા અને માળિયા નર્મદા કેનાલ પસાર થતી હોય, હાલમાં બંધ કરી દેવામાં આવેલ છે. હાલમાં વાવણીનો સમય હોય, વરસાદ પણ થયેલ નથી. જેના કારણે ખેડૂતોનું બિયારણ સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ ઉભી થવા પામી છે. જો સદર કેનાલમાં 15 દિવસ સુધી પાણી ચાલુ કરવામાં આવે તો આ નિષ્ફળ જતું બિયારણ અટકાવી શકાય તેમ છે. અને ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી બચાવી શકાય તેમ છે. જેથી આ કેનાલમાં પાણી છોડવાની તાતી જરૂરિયાત હોય, સત્વરે પાણી છોડવા અંગે સહાનુભૂતિપૂર્વક ઘટતું કરવામાં આવે.

- text

આ સાથે માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીને રજુઆત કરી છે કે ધ્રાંગધ્રા- હળવદ ખાતે માર્ગ અને મકાન પેટા વિભાગ હસ્તકના રોડ રસ્તાનું રિસર્ફેસિંગ તેમજ નવીનીકરણ કરવા તેમજ નોન પ્લાન રસ્તાઓની દરખાસ્ત સરકારમાં કરેલ છે. જેમાં સુંદરગઢથી પાંડાતીરથ રોડ, ચરડવા- સમલી-માથક-સુંદરી રોડ, કવાડિયા એપ્રોચ રોડ, રણજિતગઢ એપ્રોચ રોડ, વાંકીયા એપ્રોચ રોડ, માણેકવાડા-ખેતરડી રોડ, ચરાડવા-સુસવાવ- ઈશ્વરનગર રોડ, દીઘડીયા- ચિત્રોડી રોડ, મેરૂપર એપ્રોચ રોડ, ડુંગરપર એપ્રોચ રોડ, શિવપુર એપ્રોચ રોડ, ટિકર જુના ઘાટીલા રોડને મંજુર કરવામાં આવે.

- text