હાલો પુણે : ભુજ-પુણે એક્સપ્રેસને હળવદ સ્ટેશન પર સ્ટોપેજ મળ્યું

- text


હળવદઃ રેલવે મંત્રાલય દ્વારા રાજ્યમાં ચાલી રહેલી કેટલીક ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપીને મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં કોરોના બાદ પ્રથમ વખત ટ્રેન નંબર 11091/92 ભુજ-પુણે એક્સેપ્રેસ (સાપ્તાહિક) હવેથી હળવદ સ્ટેશન પર પણ રોકાશે. જેનાથી હળવદથી પુણે તરફ જતાં મુસાફરોને મુસાફરીની સુવિધા મળશે.

હળવદ – ધ્રાંગધ્રા વિસ્તારના ધારાસભ્ય અને સુરેન્દ્રનગર સાંસદ ડો.મુંઝપરાનાં પ્રયાસોથી હળવળને નવી સુવિધા મળી છે. ભુજ-પુણે એક્સેપ્રેસ (સાપ્તાહિક) હવેથી હળવદ સ્ટેશન પર પણ રોકાશે. આ ઉપરાંત રેલવે મંત્રાલય દ્વારા પ્રથમ વખત કેટલીક ટ્રેનોને નવા સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં ટ્રેન નંબર 12755/56 કાકીનાડા-ભાવનગર એક્સપ્રેસ (સાપ્તાહિક) હવેથી ધોળા સ્ટેશને ઉભી રહેશે. ટ્રેન નંબર 20955/56 સુરત-મહુવા એક્સપ્રેસ (સપ્તાહમાં પાંચ દિવસ) લીંબડી સ્ટેશન પર રોકાશે. ટ્રેન નંબર 20823/23 અજમેર-પુરી એક્સપ્રેસ (સપ્તાહમાં બે વખત) હવેથી ઉંઝા રેલવે સ્ટેશન પર ઉભી રહેશે. ટ્રેન નંબર 19567/68 તૂતીકોરિન ઓરખા એક્સપ્રેસ (સાપ્તાહિક હવેથી સુરેન્દ્રનગર સ્ટેશન પર પણ ઉભી રહેશે. ટ્રેન નંબર 20913/14 રાજકોટ-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ (સાપ્તાહિક) હવેથી થાન સ્ટેશન પર ઉભી રહેશે. અને ટ્રેન નંબર 20947/48 અમદાવાદ-એકતાનગર એક્સપ્રેસ (દૈનિક) હવેથી આણંદ સ્ટેશન પર રોકાશે.

- text

ભુજ-પૂણે એક્સપ્રેસને હળવદ રેલવે સ્ટેશને સ્ટોપ આપવા બદલ રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશનો ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને ડો.મહેન્દ્ર ભાઈ મુંજપરાએ આભાર વ્યક્ત કર્યો હતો.

- text