મોરબીમાં પેપરમિલ આયોજિત કેમ્પમાં 70 બોટલ રક્ત એકત્ર

- text


મોરબી : 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સીઝન પેપર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કાલિકાનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. જરૂરિયાત મંદ લોકોને સમયસર બ્લડ મળી રહે તે માટે આયોજિત આ રક્તદાન કેમ્પમાં 70 બોટલ રક્ત એકત્ર થયું હતું.

- text