માળીયાના હરિપર પાસે બેઠપુલનું કામ બંધ થતા ટ્રાફિકની હાડમારી

- text


છેલ્લા 15-20 દિવસથી દરરોજ ટ્રાફિકજામ સર્જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

મોરબી : માળીયા તાલુકના હરિપર ગામ પાસે બેઠા પુલનું કામ અચાનક બંધ કરી દેવાતા મુશ્કેલી સર્જાઈ છે. આ પુલના કામ બંધ થવાથી ટ્રાફિકની હાડમારી સર્જાઈ છે. જેમાં છેલ્લા 15-20 દિવસથી દરરોજ ટ્રાફિકજામ સર્જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

- text

માળીયાના હરિપર ગામ પાસેના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હરિપરથી આગળ બેઠાપુલનું કામ અગાઉ ચાલુ હતું તે કામ હાલ બંધ છે. કામ બંધ હોવાથી મજૂરો ત્યાં બેઠા છે. જો કે, હરિપરની બાજુમાં રેલવે પુલનું કામ ચાલુ છે અને બેઠાપુલનું કામ બંધ હોવાથી છેલ્લા 15-20 દિવસથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ખાસ કરીને દરરોજ સવારે અને સાંજે વાહનોની લાઈનો લાગે છે અને વાહન વ્યવહાર એકદમ કાચબા ગતિએ ચાલતો હોવાથી લોકોને ભારે હાલાકી પડે છે. તેથી જવાબદાર તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text