હળવદ જુની મામલતદાર કચેરીમાં દારૂની મહેફિલ માણનાર નાયબ મામલતદારને સજા ફટકારતી હળવદ કોર્ટ

- text


 

અગાઉ ચુકાદા સમયે હાજર ન રહેનાર નાયબ મામલતદાર હાજર થતા કોર્ટે સજા ફટકારી

હળવદ : હળવદ જુની મામલતદાર ઓફિસમાં વર્ષ 2006ની સાલમાં દારૂની મહેફિલ માણી રહેલ નાયબ મામલતદાર, ક્લાર્ક તેમજ અન્ય મળી કુલ છ ઈસમો જનતા રેડમાં પકડાઈ જતા તમામ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ થયેલ હતો જેમાં અગાઉ એક ક્લાર્ક અને તત્કાલીન નાયબ મામલતદાર અને નિવૃત ડે. કલેકટરને સજા પડયા બાદ આજે નામદાર કોર્ટે વધુ એક નાયબ મામલતદારને સજા ફટકારતા ચકચાર જાગી છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો વર્ષ 2006માં હળવદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર વાલજી સુરમાં ખાંટ, કલાર્ક કિશનભાઈ ભવાનભાઈ પાટડીયા, ના.મામલતદાર ધીરુભાઈ હરજીભાઈ સોનગ્રા અને અન્ય ત્રણ ઈસમો કચેરીમાં દારૂની મહેફિલ માંડી હોવાની જાણ થતાં જનતારેડ પડી હતી જેને પગલે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો જેમાં અગાઉ બે આરોપીઓને નામદાર હળવદ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી.

- text

વધુમાં આ કેસમાં આરોપી ના.મામલતદાર ધીરુભાઈ હરજીભાઈ સોનગ્રા કોર્ટ સમક્ષ હાજર થતા આજરોજ તારીખ 14/6/2022ના હળવદના મહે.જ્યુડી.મેજી.ફ.ક. સાહેબ ડો. લક્ષ્મી નંદવાણા સાહેબે 8 મૌખિક તથા 9 દસ્તાવેજી પુરાવાઓને તથા સરકારી વકીલ એ.પી.માલવણિયાની દલીલોને ધ્યાને લઇને તહોમતદાર નાયબ મામલતદાર ધીરુભાઈ હરજીભાઈ સોનગ્રાને ત્રણ માસની સાદી કેદની સજા અને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.આ ઉપરાંત અન્ય સાથી તહોમતદાર વી.એસ.ખાંટ તથા કે.બી.પાટડીયાને પણ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી.

- text