મોરબીના વસંત પ્લોટમાંથી અમુ ૯૪ બોટલ વિદેશી દારૂ સાથે પકડાયો

- text


 

 

એલસીબીની કાર્યવાહી : દેવા નામના શખ્સનું પણ નામ ખુલ્યું

મોરબી : મોરબીમાં વસંત પ્લોટમાં એલસીબીએ દરોડો પાડી એક શખ્સને વ્હીસ્કીની ૫૮ બોટલ તથા વોડકાની ૩૬ બોટલ મળી રૂ.૪૨ હજારની કિંમતના વિદેશી દારૂ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીએ વસંતપ્લોટમાંથી અમૃતભાઇ ઉર્ફે અમુ પ્રવિણભાઇ પઢારીયા લુહાર ઉ.વ.૩૪ રહે. નાની રાવલશેરી વાળાને રોયલ ચેલેન્જ વ્હીસ્કી કાચની બોટલો નંગ- ૪૭ ની કિ.રૂ.૨૪,૪૪૦ મેજીક મોમેન્ટ્સ ગ્રેઇન વોડકા કાચની બોટલો નંગ-૩૬ કિ.રૂ.૧૪૪૦૦ મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી કાચની બોટલો નંગ- ૧૧ ની કિ.રૂ.૪૧૨૫ મળી કુલ બોટલ નંગ- -૯૪ કી.રૂ.૪૨,૯૬૫ સાથે પકડી પાડ્યો છે. જેની પૂછપરછમાં દેવો લાલજીભાઇ પરમાર રહે. વાવડી રોડ કબીર આશ્રમ પાસે વાળાનું પણ નામ ખુલ્યું છે.

- text

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. એમ.આર.ગોઢાણીયા, PSI એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ. સુરેશભાઇ હુંબલ, શકિતસિંહ ઝાલા, પો.કોન્સ. સંજયભાઇ રાઠોડ,વિક્રમભાઇ ફુગસીયા તથા પેરોલ ફર્લો સ્કવોડ પો.હેડ.કોન્સ. પુથ્વીસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, પો.કોન્સ. રવિરાજસિંહ ઝાલા રોકાયેલ હતા.

- text