મોરબી સિરામીક સિટીમાંથી પતિ લાપતા થતા પત્નીએ ગુમસુધા નોંધ કરાવી

- text


મોરબી : મોરબીના સિરામીક સિટીમાં રહેતો પરિણીત યુવાન તા.9જુનના રોજ ઘેરથી કામે જાવ છું કહીને નીકળ્યા બાદ લાપતા બની જતા તેમના પત્નીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુમસુધા નોંધ કરાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સિરામીક સિટીમાં ભાડાના મકાનમાં રહેતા અને મોબાઈલ લે – વેચનો ધંધો કરતા નિલેશભાઇ કાન્તીભાઇ ત્રીવેદીએ ઘેરથી કામે જવાનું કહી ગુમ થઈ જતા તેમના પત્ની પ્રિતબેન નિલેશભાઇ ત્રીવેદીએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.

- text

વધુમાં ગુમ થનાર નિલેશભાઈએ આખી બાયનો ગુલાબી કલરનો શર્ટ પહેરેલ હતો અને બ્લુ કલરનુ જીન્સ નુ પેન્ટ પહેરેલ હતુ. તેમના ડાબા હાથે અંગ્રેજી માં PINAL લખેલ છે. અને જમણા હાથમાં અંગ્રેજી માં NP લખેલ છે. તેમજ જમણા હાથે લાલ કલર નો ધાગો(દોરો) બાંધેલ છે. ગુમ થનાર નિલેશભાઈ અંગે જો કોઈને પતો મળે તો નજીકના પોલીસ મથકે જાણ કરવી.

- text