ધોરણ-10ના પરિણામમાં ટંકારા તાલુકાની સરકારી શાળાઓમાં ઓરપેટ વિદ્યાલય મોખરે 

- text


તાલુકાનું 82.12% રીઝલ્ટ જાહેર : સૌથી ઓછું પરિણામ નેકનામ શાળાનું 

ટંકારા : માર્ચ -2022માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનુ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ટંકારા કેન્દ્રમાં કુલ 1388 છાત્રો ધોરણ 10મા અભ્યાસ કરતા હતા. જેમાથી 1376 વિધાર્થીએ પરીક્ષા આપી હતી. જેમા 1130 બાળકો ઉત્તિર્ણ થતા તાલુકાનું 82.12.% રીઝલ્ટ જાહેર થયું છે. સરકારી શાળાઓમાં ઓરપેટ કન્યા વિદ્યાલય 93.79% મોખરે રહી છે.

- text

ધોરણ -10માં ટંકારા તાલુકાની ગ્રાન્ટેડ, સરકારી શાળાઓના રીઝલ્ટ ઉપર નઝર કરી તો સૌથી વધુ ઓરપેટ કન્યા વિધાલય – ટંકારાનું 93.79% પરિણામ, બીજા ક્રમે હાઈસ્કૂલ હરબટીયાળીનું – 69.56%, ત્રીજા સ્થાને સાવડી હાઇસ્કુલ -સાવડીનું 64%, ચોથા ક્રમે દેવદયા માધ્યમિક શાળા – લજાઈનું 63.63%, પાંચમા ક્રમ પર સરકારી માધ્યમિક શાળા છત્તરનું 62.50%, છઠ્ઠા ક્રમે એમ.પી.દોશી વિધાલય ટંકારાનું 62.07%, સાતમા સ્થાને બી.જે.કણસગરા હાઈસ્કૂલ – નસિતપરનું 61.54%, આઠમાં સ્થાન પર સરદાર પટેલ વિધાલય બંગાવડીનું 55%, નવમા સ્થાને એમ.ડી. વી. વિધાલય- ટંકારાનું 53.01%, દશમાં સ્થાન ઉપર બહુચર વિદ્યાલય – મિતાણાનું 52.17%, અગિયારમાં સ્થાન ઉપર માતૃશ્રી એમ.એમ.ગાંધી વિધાલય – હડમતીયાનું 47.73%, બારમાં ક્રમે નેસડા (ખા.) હાઇસ્કુલનું 47.37% અને છેલ્લા ક્રમમાં નેકનામ માધ્યમિક શાળાનું 36.67% પરીણામ જાહેર થવા પામ્યું છે.

- text